TAT (S/HS) Prelims 2026: સંભવિત મેરીટ (Expected Cut-off) કેટલું રહેશે? જાણો તમારો 'સેફ સ્કોર'!

 



નમસ્તે ભાવીશિક્ષક મિત્રો આપનું સ્વાગત છે અધ્યાપક સાથીના બ્લોગપેજમાં !!!

હાલમાં, તારીખ ૧૨/૪  અને ૩/૫/૨૦૨૬ નાં રોજ  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  માટે TAT  પ્રિલિમ્સ પૂર્ણ થઇ. 

પ્રિલિમ્સ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, હવે ગુજરાતના હજારો ઉમેદવારોના મનમાં માત્ર એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો છે: "પેપર કેવું હતું? અને આ વખતે મેરીટ (Cut-off) કેટલું અટકશે?"


પ્રિલિમ્સ પરીક્ષા: માત્ર ક્વોલિફાઇંગ (Qualifying) કે મેરીટ?

સૌથી પહેલા તો એક મોટી મુંઝવણ  દૂર કરી લઈએ. નવા નિયમો મુજબ, TAT ની પ્રિલિમ્સ પરીક્ષા એ મુખ્ય પરીક્ષા (Mains Exam) માં જવા માટેનું પહેલું પગથિયું છે.

નિયમ મુજબ, મુખ્ય પરીક્ષામાં બેસવા માટે તમારે પ્રિલિમ્સમાં ઓછામાં ઓછા ૩૫% ગુણ (એટલે કે ૨૦૦ માંથી ૭૦ માર્ક્સ) લાવવા ફરજિયાત છે. પરંતુ, શું ૭૦ માર્ક્સ લાવવાથી સિલેક્શન પાકું થઈ જશે? ના! અહીંથી શરૂ થાય છે અસલી સ્પર્ધા.


TAT 2026: કેટેગરી મુજબ 'સેફ સ્કોર' (Expected Cut-off)

વર્ષ ૨૦૨૩ કરતાં વર્ષ ૨૦૨૬માં લેવાયેલ ટાટ પ્રિલિમ્સ પરીક્ષાના પ્રશ્નો પરીસ્થિતિજન્ય અને સમજણ આધારિત હતા જે વિદ્યાર્થીઓને મધ્યમ થી અઘરા લેવલ લાગ્યા છે. 

વર્ષ ૨૦૨૩માં પ્રિલિમ્સનું મેરીટ બધા જ માટે એક હતું ૭૦!

એટલે કે પ્રિલિમ્સ પરીક્ષામાં ૨૦૦ માંથી ૭૦ કે તેથી વધુ માર્ક લાવનાર દરેક પરીક્ષાર્થી મેઈન્સ પરીક્ષા આપવા માટે લાયક બની જતો હતો. 

પણ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કેહવાય રહ્યું છે કે વર્ષ ૨૦૨૬ થી પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષાનું મેરીટ કેટેગરીને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે, જો આ મુજબ વિચાર કરવામાં આવે તો....


✅ જનરલ - ૭૦ થી ૭૫ 

✅ EWS/OBC - ૬૫ થી ૭૦ (કેટેગરીની છૂટછાટ મુજબ) 

✅ SC/ST - ૬૦ થી ૬૫ (કેટેગરીની છૂટછાટ મુજબ) 

આવું મેરીટ રેહવાની સંભાવના વર્તાઈ રહી છે, પેપરનું લેવલ ગત પરીક્ષા કરતાં અઘરું રહ્યું છે તો બની શકે કે આ મેરીટમાં ઘટાડો થઇ શકે છે જે ધ્યાને લેવું. 

જો તમારા માર્ક્સ આ રેન્જમાં અથવા આનાથી ઉપર થઈ રહ્યા છે, તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કોઈ પણ જાતની રાહ જોયા વગર અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ!


આગળ શું કરવું? (અધ્યાપક સાથીની ખાસ સલાહ)

ઘણા ઉમેદવારો એવી ભૂલ કરે છે કે જ્યાં સુધી સત્તાવાર પરિણામ (Official Result) ન આવે, ત્યાં સુધી Mains ની તૈયારી શરૂ કરતા નથી. રિઝલ્ટ આવ્યા પછી Mains માટે ખૂબ ઓછો સમય મળે છે. અંદાજ મુજબ મુખ્ય પરીક્ષા ઉચ્ચતર માટે જૂન મહિના શરૂઆતના અઠવાડિયામાં  અને માધ્યમિક માટે જૂન અંતમાં આવી જશે.  

પ્રિલિમ્સ તો માત્ર એક ફિલ્ટર છે, અસલી જંગ તો 'વર્ણનાત્મક પેપર' (Descriptive Paper) માં લડવાનો છે. એટલે જ, જો તમારા ૭૦+ માર્ક્સ થઈ રહ્યા છે, તો આજથી જ પેપર-૧ (ભાષા ક્ષમતા) અને પેપર-૨ (કન્ટેન્ટ અને પદ્ધતિ) ની લેખિત પ્રેક્ટિસ શરૂ કરી દો.