TAT (S/HS) Prelims 2026: સંભવિત મેરીટ (Expected Cut-off) કેટલું રહેશે? જાણો તમારો 'સેફ સ્કોર'!

TAT (S/HS) Prelims 2026: સંભવિત મેરીટ (Expected Cut-off) કેટલું રહેશે? જાણો તમારો 'સેફ સ્કોર'!

  નમસ્તે ભાવીશિક્ષક મિત્રો આપનું સ્વાગત છે અધ્યાપક સાથીના બ્લોગપેજમાં !!! હાલમાં, તારીખ ૧૨/૪  અને ૩/૫/૨૦૨૬ નાં રોજ  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  માટે TAT  પ્રિલિમ્સ પૂર્ણ થઇ.  પ્રિલિમ્સ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, હવે ગુજરાતના હજારો ઉમેદવારોના મનમાં માત્ર એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો છે: "પેપર કેવું હતું? અને આ વખતે મેરીટ (Cut-off) કેટલું અટકશે?" પ્રિલિમ્સ પરીક્ષા: માત્ર ક્વોલિફાઇંગ (Qualifying) કે મેરીટ? સૌથી પહેલા તો એક મોટી મુંઝવણ  દૂર કરી લઈએ. નવા નિયમો મુજબ, TAT ની પ્રિલિમ્સ પરીક્ષા એ મુખ્ય પરીક્ષા (Mains Exam) માં જવા માટેનું પહેલું પગથિયું છે. નિયમ મુજબ, મુખ્ય પરીક્ષામાં બેસવા માટે તમારે પ્રિલિમ્સમાં ઓછામાં ઓછા ૩૫% ગુણ (એટલે કે ૨૦૦ માંથી ૭૦ માર્ક્સ) લાવવા ફરજિયાત છે. પરંતુ, શું ૭૦ માર્ક્સ લાવવાથી સિલેક્શન પાકું થઈ જશે? ના! અહીંથી શરૂ થાય છે અસલી સ્પર્ધા. TAT 2026: કેટેગરી મુજબ 'સેફ સ્કોર' (Expected Cut-off) વર્ષ ૨૦૨૩ કરતાં વર્ષ ૨૦૨૬માં લેવાયેલ ટાટ પ્રિલિમ્સ પરીક્ષાના પ્રશ્નો પરીસ્થિતિજન્ય અને સમજણ આધારિત હતા જે વિદ્યાર્થીઓને મધ્યમ થી અઘરા લેવ...
શિક્ષક બનવાનું તમારું સપનું હવે થશે સાકાર! જાણો ૧૧,૦૦૦ વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬ ની સંપૂર્ણ માહિતી

શિક્ષક બનવાનું તમારું સપનું હવે થશે સાકાર! જાણો ૧૧,૦૦૦ વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬ ની સંપૂર્ણ માહિતી

ગુજરાતના PTC/D.El.Ed. કરેલા વિદ્યાર્થીઓ માટે આનંદો!!!!! ગુજરાત સરકાર દ્વારા ટેટ ૧ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થી માટે સરકારી શિક્ષક બનવા માટેની ભરતી જાહેર. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા PTC/ D.El.Ed.અને ટેટ ૧ પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરેલ વિદ્યાર્થીને સરકારી શિક્ષક તરીકે નોકરી આપવા માટે કુલ ૧૧૦૦૦ જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શું છે આ સંપૂર્ણ ભરતીની માહિતી? આવો જાણીએ અધ્યાપક સાથીના બ્લોગમાં પેજમાં. સ્વાગત છે બધા જ બ્લોગ રીડર એ ભાવી શિક્ષક મિત્રો, વર્તમાન સમયે સરકાર દ્વારા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર અનુસાર શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે જે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ અંદાજિત 10,000+ , અને ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8) કક્ષાએ અંદાજિત 7,000 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહિ, સરહદી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ખાસ 'કચ્છ સ્પેશિયલ ભરતી' પણ કરવામાં આવી હતી. આ કચ્છ ભરતીમાં ધોરણ 1 થી 5 માટે 2,500 અને ધોરણ 6 થી 8 માટે 1,600 મળીને કુલ 4,100 શિક્ષકોની જગ્યાઓ ફાળવવામાં આવી હતી...