ગુજરાતના PTC/D.El.Ed. કરેલા વિદ્યાર્થીઓ માટે આનંદો!!!!!
ગુજરાત સરકાર દ્વારા ટેટ ૧ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થી માટે સરકારી શિક્ષક બનવા માટેની ભરતી જાહેર.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા PTC/ D.El.Ed.અને ટેટ ૧ પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરેલ વિદ્યાર્થીને સરકારી શિક્ષક તરીકે નોકરી આપવા માટે કુલ ૧૧૦૦૦ જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શું છે આ સંપૂર્ણ ભરતીની માહિતી? આવો જાણીએ અધ્યાપક સાથીના બ્લોગમાં પેજમાં.
સ્વાગત છે બધા જ બ્લોગ રીડર એ ભાવી શિક્ષક મિત્રો,
વર્તમાન સમયે સરકાર દ્વારા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર અનુસાર શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે જે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ અંદાજિત 10,000+, અને ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8) કક્ષાએ અંદાજિત 7,000 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહિ, સરહદી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ખાસ 'કચ્છ સ્પેશિયલ ભરતી' પણ કરવામાં આવી હતી. આ કચ્છ ભરતીમાં ધોરણ 1 થી 5 માટે 2,500 અને ધોરણ 6 થી 8 માટે 1,600 મળીને કુલ 4,100 શિક્ષકોની જગ્યાઓ ફાળવવામાં આવી હતી.
💫હાલમાં બાકી રહેલી ટેટ ૧ ની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ૧૧૦૦૦ જેટલા શિક્ષકોને સરકારી શિક્ષક તરીકે લેવાની વાત કરવામાં આવી છે
👉આવો જાણીએ કે આ ભરતીમાં શું માહિતી જરૂરી છે અને કઈ બાબતો ધ્યાને લેવાની છે👇
જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫) ગુજરાતી માધ્યમ
હોદો - વિદ્યાસહાયક (વર્ગ ૩)
જાહેરાત ક્રમાંક - ૦૧/૨૦૨૬
વિભાગ - ધોરણ ૧ થી ૫
માધ્યમ - ગુજરાતી માધ્યમ
જગ્યા - અંદાજીત ૧૧૦૦૦
લાયકાત - PTC / D.El.Ed. સાથે TET-1 પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. (ખાસ નોંધ: જો તમે અત્યારે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને TET-1 પાસ કરેલ હોય, તો તમે પણ આ ભરતીમાં અરજી કરી શકશો.)"
ફોર્મ ભરવાનો સમયગાળો - ૧૫/૦૪/૨૦૨૬ થી ૨૪/૪/૨૦૨૬
જરૂરી દસ્તાવેજ - 👇
નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC, ST, SEBC)
3. ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર (SEBC)
4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર (Ex.SL)
7. એચ.એસ.સી.ની માર્કશીટ
8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
9. TET-1 ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ
14. પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ
15. એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (પી.ટી.સી./D.El.Ed)
16. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 1 થી 5) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
17. નિમણૂંક અધિકારીના N.O.C. ની નકલ
18. વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
19. વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામુ
20. અન્ય
નોંધ:- ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારો/પ્રમાણપત્રો ઉપર પાન
નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે. (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી
નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે)
તમારો કોઈ પ્રશ્ન છે?
આ ભરતી પ્રક્રિયા, લાયકાત કે ફોર્મ ભરવામાં તમને કોઈ પણ મૂંઝવણ હોય, તો નીચે કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન જરૂરથી પૂછજો. હું પોતે દરેક કમેન્ટ વાંચું છું અને તમને સાચું માર્ગદર્શન આપવાનો પૂરો પ્રયત્ન કરીશ.
નવી અપડેટ્સ અને લેટેસ્ટ સ્ટડી મટીરીયલ મેળવવા માટે આપણી વેબસાઈટ 'અધ્યાપક સાથી' ની મુલાકાત લેતા રહેજો. આપણે સાથે મળીને આ પરીક્ષા પાસ કરીશું!
અધ્યાપક સાથી સાથે વોટ્સેપ અને ટેલીગ્રામમાં જોડાવ
ખાસ નોંધ (Disclaimer): પ્રિય ઉમેદવારો, આ લેખમાં આપેલી માહિતી લેટેસ્ટ ન્યૂઝ રિપોર્ટ અને શિક્ષણ વિભાગની જાહેરાતો પર આધારિત છે. ફોર્મ ભરતા પહેલા સરકારની સત્તાવાર વેબસાઈટ (dpegujarat.in) પર મુકાયેલી ઓફિશિયલ જાહેરાત ચોક્કસથી વાંચી લેવી.